શરીર મારું શબ્દ થઈ ફેંકાય
તીર એ ઉતરે તારી અંદર
સચવાય એનું શબ સદા યાદદાસ્તમાં
મન મારું પાણી બની વહ્યા કરે
મારી કવિતાઓની ખોવાતી-કહોવાતી છીપમાં
પાંગરે બે મોતી તારી આંખનાં
આત્મા મારો સૂર્ય થઈ ઊગી નીકળે
તારો, કોઈ હસતી રમતી સવારનો પડછાયો
તને પૂછતો રહે – હું ક્યાં?