આકર્ષણ

Posted in કવિતા, ગુજરાતી, Gujarati, Gujarati Poems, kavita with tags , , , , , , on March 29, 2009 by ruchir

sns1

 

હું તને પામી રહ્યો છું
તારા વિસ્તારનું
એક અન્ત્યબિંદુ થઈ

તારા સૂરોને
મન આશ્લેષમાં લઈ
વહાલ કરતું રહે છે
તે છતાં
તને શોધું છું હું
છાને છપને,
અંદરના મૌનમાં
તારું સઘળું સંગીત્
શાંત થયા પછી

તારી પગરજની ગંધ
મિશ્ર થયા પછી
ગુલાબની પાંદડીનું જેમ ગૌરવ વધે છે તેમ
પાર્થિવ સંઘર્ષોમા વધી રહ્યું છે
મારું આત્મગૌરવ

તારાથી ઘણેજ દૂર એવો હું
દોડી રહ્યો છું પળેપળે
ફેલાએલી બાંહો લઇને
તારી તરફ
કોણ જાણે કેટલીય ટેકરીઓ,
ખીણો ને આકાશ વિસ્તરેલાં છે
મારી ને તારી વચ્ચે
છતાં પણ એકજ વાત મનમાં કે
હું દોડી રહ્યો છું
બસ તારી તરફ

પગરવ

Posted in કવિતા, ગુજરાતી, Gujarati, Gujarati Poems, kavita with tags , , , on March 27, 2009 by ruchir

woods

 

  • પગરવ

કાગળ પર પેન એક
ધસમસતી જાય
    કંઈક રસ્તા ઊઘડે અને
    કંઈક બન્ધ થાય

રસ્તાઓ રસ્તાઓ
ડુંગરાં ચોપાસ
    કંઈક નદીઓ કૂદે
    કંઈક સાવ સૂઈ જાય

સૂતાં રસ્તાઓ પર
ચાલવાના શોખ
     મને મ્હાલવાના શોખ
     જયાં પગરવ ખોવાય

પગરવ ખોવાય કોઈ
વનરાજી માં
     જ્યાં વણખેડી કેડી પર
     પગરવ વવાય

વણખેડી કેડી પર
અંધારુ આપઘાતી
      પડછાયા થઈેને
      ઊંચેથી પછડાય

પછડાયાં પડછાયાં
સળવળ સળવળ
      મરતાં પહેલાનું
      થોડું જીવી જાય

સળવળતાં સાપો
પડછાયાં બાથ ભરી
      સ્વર્ગની દીશામાં
      ધીમે ચઢતાં જાય

વ્રુક્ષોની ટોચ પર
સાપોની બાથમાંના
      પડછાયા સૂરજ
      બટકે બટકે ખાય

  “પડછાયાઓનો રે
    મોક્ષ ના થાય..!”
     વાવેલો પગરવ
        ધીમુ એ રડી જાય.

TIME!

Posted in કવિતા, English, kavita, Uncategorized on January 31, 2014 by ruchir

2961

Time!
You are beating in my heart
taking away slowly
the virginity of being alive;
pushing me in a cart you carry
to my first sex with death!

And as I wonder how deft
his ways of seduction will be ..

Awaiting my arrival on your firm but gentle shoulders
in what sort of a horrid lust
will he eagerly tear away through
each single fibre of my such a delicately knit dress,
my finely knit dress
the only dress of my life – the dress of my mortality

The very next day shall he climb up the top of my house
beating his chest with both his wild hands
shouting – to let the world know that he’s had me fully

just to let everyone know of his last dark orgasm!

His each dark orgasm gives birth to an immortal child
the boneless reality of being dead!

Wings

Posted in કવિતા, English on January 14, 2014 by ruchir

 

 

toy

 

Blood
is playing jiggling notes in my heart
as i am thinking of her..

I am thinking of her as an image of lord Sun in his mighty chariot
standing tall, holding, all the reigns in his calm hand

bathing everything in a brilliant grandeur
all unperturbed and he just riding on – poor, lonesome!?

are they rays or an arrow-array – the curly hair running down to his shoulders?

Finally that kills the last of my nerve cells
shouting for wisdom of an owl
and i have no way else but to chew once again,
the peppermint memory of she glancing me

O what a strange exchange of looks got arranged!

 Winter 2005

નયન ને બંધ રાખીને

Posted in ગઝલ, હાસ્ય, Gujarati, Humour on February 11, 2012 by ruchir

/* Ruchir Vyas <avadhut_masti@…>wrote:

Ek bahu marakaNi wife hoy chhe,
Athvadiya ma be tran vaar ene husband par hath saaf karya vagar nachale.
ravivare ene kaik vanku padta bhai saheb ne barobar, upar thi niche, dhibi kadhine pachhi ratre beo jan padkhu fervine suta hoychhe – without any ***.
Pachhi wife ne em thay chhe ke salu aa prani ne hun aatlu badhu marti rau chhu e saru nai. Em vicharta vicharta ene husband par etlo prem ave chhe ke enathi ek nani kavita lakhai jay chhe.
 
etle tarat husband ne unghmathi jagavu pade chhe..
 
‘ ae! aa me tamara par ek gazal lakhi chhe e jara sambhljo,..’
 
‘ha bol.’
 
   ‘Nayan ne bandh rakhine
   me jyare tamne dhoya chhe,
 
   Nayan ne bandh rakhi ne
   me jyare tamne ddhoya chhe,
 
   tamara loogda karta pan vadhare,
   tamne dhoya chhe, nayan ne bandh rakhi ne..’
 
& the poor subject turns away for more sleep.*/
 
Gujarati Poetry Corner પર ઉપરના આ જૂના પોસ્ટ પછીની કેટલાક જિજ્ઞાસુ મિત્રો ની ફરમાઈશ ને  વશ થઈને
નાયિકાની રચના સંપૂર્ણપણે અહિયાં રજૂ કરી રહ્યો છું..
 
ખૂજલી અમારા હાથની ખાળી શક્યાં નહિ
ગર્દભ સમા ભરથારને ભાળી શક્યાં નહિ
એ જ્યાં હજી તો બંધ થયા રોઈ રોઈ ને
ભીતરના ઘોડાપૂરને વાળી શક્યાં નહિ..
 
નયન ને બંધ રાખીને ….
નયન ને બંધ રાખીને મે જયારે તમને ધોયા છે
તમારા લૂગડાં કરતાં પણ વધારે; તમને ધોયા છે
નયનને બંધ રાખીને ….
 
દાળ તુવરની જયારે પણ ચઢી નહિ ખાસ કૂકરમાં
દાળ તુવરની જયારે પણ ચઢી નહિ ખાસ કૂકરમાં
અમે એક બાજુએ બળતાં વઘારે તમને ધોયા છે,
નયનને બંધ રાખીને ..
 
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ … રાત વીતી ગઈ….
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
ઘણી વેળા સવારો ના સુમારેય  તમને ધોયા છે,
તમારા લૂગડાં કરતાં પણ વધારે તમને ધોયાં છે,
નયનને બંધ રાખીને,..
 
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
સપનું હતું મારું .. સપનું હતું મારું .. સપનું હતું મારું ..
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ભરી શેરીમાં જયારે – દ્વારે દ્વારે તમને ધોયાં છે,
ભરી શેરીમાં જયારે – દ્વારે દ્વારે તમને ધોયાં છે,
તમારા લૂગડાં કરતાં પણ વધારે તમને ધોયાં છે,
નયનને બંધ રાખીને, ..
 
નહીતર   આવી રીતે તો તારે નહીં લાશ દરિયામાં;
નહીતર   આવી રીતે તો તારે નહીં લાશ દરિયામાં;
 
તમે ડૂબ્યા પછી દરિયાએય જાણે તમને ધોયા છે,
તમારા લૂગડાં કરતાં પણ વધારે તમને ધોયા છે;
 
નયનને બંધ રાખીને,…

અસર

Posted in કવિતા, ગઝલ, ગુજરાતી, Gujarati on November 9, 2009 by ruchir
asar1

 

યા ખુદા મહેફિલમાં ખુદની ખુદથી થૈ ગઈ છે બગાવત
હો જમાવટની અસર કે અસરની એ હો જમાવટ
બદનામ છે ખુદ ખુદાની ફૂરસદથી કંઈ ઘડવાની આદત
ત્યાં વળી શું હુ ચિલાચાલુ ને તનહાઈ ગઝલ
આપને એકાંતમા જાણે મળી લીધાંની હરકત
કે પછી પીછો પકડતી મવાલી એક બે શરત
અરે બદનામ છે ખુદ ખુદાની ફૂરસદથી કંઈ ઘડવાની આદત
ત્યાં વળી શું હુ ચિલાચાલુ ને તનહાઈ ગઝલ
દેખાવતો એવો કરે કે ખાસ કાંઈ છે નહીં
પાસ જો સરકી ગયાં તો ક્યાં ઉડી ચહેરાની રંગત
શું હશે કોઈ આથી અંગત?
યા ખુદા મહેફિલમાં ખુદની ખુદથી થૈ ગઈ છે બગાવત
હો જમાવટની અસર કે અસરની એ હો જમાવટ
બદનામ છે ખુદ ખુદાની ફૂરસદથી કંઈ ઘડવાની આદત
ત્યાં વળી શું હુ ચિલાચાલુ ને તનહાઈ ગઝલ

તો!

Posted in કવિતા, ગુજરાતી, Gujarati, Gujarati Poems, kavita on September 16, 2009 by ruchir

Aapane1

શરીર મારું શબ્દ થઈ ફેંકાય
તીર એ ઉતરે તારી અંદર
સચવાય એનું શબ સદા યાદદાસ્તમાં

મન મારું પાણી બની વહ્યા કરે
મારી કવિતાઓની ખોવાતી-કહોવાતી છીપમાં
પાંગરે બે મોતી તારી આંખનાં

આત્મા મારો સૂર્ય થઈ ઊગી નીકળે
તારો, કોઈ હસતી રમતી સવારનો પડછાયો
તને પૂછતો રહે – હું ક્યાં?

સાથે

Posted in કવિતા, ગુજરાતી, Gujarati, Gujarati Poems, kavita, Uncategorized with tags on April 2, 2009 by ruchir

 

 sathe

 

તારી કેડ્યે કુંડળાયેલાં
મીઠાં મરોડ
ભલાં પુછી બેઠાં કે મને
શાનાં છે કોડ
એનો દીધો જો સાચો
જવાબ તો તું લજ્જાઇ
બોલી ઉઠીશ કે ‘હવે છોડ!’

હરીયાળી વાતોનાં ખેતર વાવ્યાં છે
મારી આંખોએ પાંપણ પછાડે
જ્યાં સૂરજ જરી ન રંજાડે
એવાં ધુમ્મસમાં બોળેલાં ખેતર લણતી
તું તારી આંખોના એેક-એક ઉલ્લાળે
તારી આંખોના અણિયાળાં
દાતરડાં મારીતે
ઉગતી નિંદર્યુંને નહિં ભાળે

તારી સાથેની મારી રાતે વરસતાં
પાણી વિનાના કોઈ મેહ
મારી બાજુમાં રહે સૂતેલી તું
મને હળવા અડક્યાંનો દઈ છેહ
તારા હળવાં અડક્યાંથી ભીનો
આખ્ખોએ દેહ

ઊઠતાં જોઉં તો મારાં રુંવેરુંવે
ફરે તડકાનાં ઝેરીલા સાપ
      જાઉંજો દુરતો તુંયે રુઠે
      ને વળી રોવે તો થઈ જાયે પાપ
તારા આંસુના વણઝારાં ગાતાં જે ગીત તે
મારી આંખોને લખી આપ

Posted in કવિતા, ગુજરાતી, Gujarati, Gujarati Poems, kavita with tags , on April 2, 2009 by ruchir

suryaast

હે ઈશ્વર્,

રોજ રાત થઈ
ઉતરી આવતું
ક્યું દર્દ
તારી છાતીમાં લઈ તું બેઠો છે?

એ કયું દર્દ
અવાજ વગર
અમને વીંટળાઈ વળે છે
અને અમે બ્હાવરા થઈ
ઘર તરફ દોટ મૂકીએ છીએ

અમને નિંદ્રાના પથે મૂકી જાય છે
એ અમારી અંતર્મુખતા છે કે તારી?!!

જે અમને અંધારાં સ્વપ્નોમાં ડુબોળે છે
એ તારા આંસુઓની ધારા
કઈ પ્રગાઢ ઊર્મિઓનું પરિણામ છે??

એ કયું દર્દ
તારી છાતીમાં લઈ તું બેઠો છે?!!